જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જુગાર રમી રહેલા વિદ્યાર્થી- વેપારી સહિત 8 પત્તા પ્રેમી પકડાયા

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News


જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જુગાર રમી રહેલા વિદ્યાર્થી- વેપારી સહિત 8 પત્તા પ્રેમી પકડાયા 1 - image

Image Source: Freepik

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 6માં આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા બે વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત આઠ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે પટેલ કોલોની શેરી નંબર છ માં આવેલા અમી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કેટલાક લોકો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન 8 પત્તા પ્રેમીઓ ગંજીપાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. 

આથી પોલીસે મયુર પાર્ક વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા કુલદીપ સિંહ હરેન્દ્રસિંહ ઝાલા, મેહુલ નગર વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા અભિજીતસિંહ યોગેન્દ્રસિંહ ઝાલા, ઉપરાંત બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને નાસ્તા નો વેપાર કરતા સાગર પ્રવીણભાઈ પોપટ, ઉપરાંત સાગર કિશોરભાઈ સોમૈયા, સાગર ઘેલાભાઈ સાંથલપરા, ધ્રુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધવલ ધવલ પ્રવીણભાઈ પોપટ, અને મયુરરાજસિંહ જયરાજસિંહ રાણા સહિત આઠ આરોપીઓની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી 26,750ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


Google NewsGoogle News