જામનગરમાં શ્રી દગડું શેઠ ગણપતિ સાર્વજનિક મંડળ દ્વારા 29માં વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ યોજાશે
જામનગર,તા.29 ઓગષ્ટ 2022,સોમવાર
જામનગર શહેરમાં બેડીગેઇટ નજીક દગડું શેઠ ગણપતી સાર્વજનિક મંડળ દ્વારા સતત ૨૯ વર્ષથી ગણેશ મહોત્સવની હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગણેશજીની થીમ પર ગણપતિનું મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જેમાં ડોક્ટર, પેરા મેડિકલ સ્ટાફ,પોલીસ, સૈનિક તથા સ્વચ્છતા અભિયાન આધારિત ગણેશજીની પ્રતિમા સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવાયા છે.
ગણેશજીની મૂર્તિ બનાવવામાં ઉપયોગ કરેલી વસ્તુ જેમાં વાંસની વંજી, કંતાન, ખાદીનું કાપડ, થરમોકોલ તથા સુશોભન માટે કઠોળમાં મસૂરની દાળ ૧૫ કિલો, રાજમાના બી ૩ કિલો, સફેદ વાલ દોઢ કિલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જે મૂર્તિ બનાવવા માટે એક થી સવા મહિનો સમય લાગ્યો છે અને મુખ્ય આયોજક રાજુભાઈ નાનાણી ઉપરાંત મંડળના સભ્યો હર્ષ નાનાણી, વિશાલ પ્રજાપતિ, યશ ભટ્ટી, પંકજ જગતિયા, સાગર ચૌહાણ, જતીન પ્રજાપતિ, ગીરીશભાઈ નાનાણી, હિરેન નાનાણી, વિનોદભાઈ, સચિન ઠાકોર, વિરલ સોલંકી, ધ્રુવ નાનાણી, રવિ ભટ્ટી, ચિરાગ ભટી, મયુર પ્રજાપતિ, શ્યામ પોપટ, યક્ષિત ખેતાણી વગેરે જહેમત લઈ રહ્યા છે.