જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં ડમ્પર ચાલક બેકાબૂ બન્યો: સદભાગ્યે જાનહાની ટળી

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં ડમ્પર ચાલક બેકાબૂ બન્યો: સદભાગ્યે જાનહાની ટળી 1 - image

જામનગર,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં એક ડમ્પરનો ચાલક બેકાબુ બન્યો હતો, અને એક રહેણાંક મકાનના આગળના ભાગ સુધી ઘૂસી ગયો હતો. સદભાગ્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. 

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીકના વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે એક રેતી ભરેલા ડમ્પરનો ચાલક બેકાબુ બન્યો હતો, અને ડમ્પર ઉપરથી કાબુ ગુમાવી દેતાં ડમ્પર રોડથી નીચે ઉતરીને એક મકાનની આગળ વાડો બનાવીને રાખવામાં આવેલા માલ સામાન સુધી અંદર ગુસી ગયો હતો, અને પરચુરણ માલ સામાનમાં નુકસાની થઈ હતી.

 ડમ્પર આગળ વધતું અટકી ગયું ગયું હોવાથી મકાનને નુકસાન થતું અટકી ગયું હતું, જ્યારે આ બનાવ સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. ડમ્પરનો ચાલક અકસ્માત કરીને ભાગી છૂટ્યો હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા ડમ્પર ચાલકને શોધી રહી કરી છે.


Google NewsGoogle News