Get The App

જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા પતિનો ત્રાસ : પોલીસ ફરિયાદ દાખલ

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા પતિનો ત્રાસ : પોલીસ ફરિયાદ દાખલ 1 - image


Jamnagar : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતાને અમદાવાદમાં રહેતા તેણીના પતિએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં પોતાના દહેજ ભૂખ્યા પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર ખોડીયાર કોલોની વિસ્તારના રહેતી દિપાલીબા વિરેન્દ્રસિંહ સોલંકી નામની 36 વર્ષની યુવતીએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા પોતાના પતિ વિરેન્દ્રસિંહ મ્હોબતસિંહ સોલંકી સામે પોતાને નાની નાની બાબતોમાં મારકુટ કરી ત્રાસ ગુજારી માવતરેથી દહેજ લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢયાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે.

 જેમાં મહિલા પોલીસ સ્ટેશન વધુ તપાસ ચલાવી રહી છે.


Google NewsGoogle News