જામનગરના વેપારી પરિવારના મહિલાના નશ્વર દેહનું દેહદાન

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
જામનગરના વેપારી પરિવારના મહિલાના નશ્વર દેહનું દેહદાન 1 - image


જામનગર, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર

આપણા દેશમાં મૃત્યુ બાદ દેહદાન કરવા માટે લોકો મોટા ભાગે અચકાતા હોય છે. મૃત્યુ બાદ સામાન્ય સમાજમાં અંતિમ સંસ્કાર માટે એક અલગ જગ્યા હોય છે ત્યારે જામનગરના દેકીવાડીયા પરિવારે માતાની ઇચ્છા અનુસાર તેમનું ચક્ષુદાન અને દેહદાન કરીને સમાજના લોકો માટે ઉમદા ઉદાહરણ પુરૂં પાડ્યું છે. જામનગર શહેરમાં રહેતા ૮૮ વર્ષીય મુકતાબેન માધવજીભાઇ દેકીવાડીયાનું ગત તા.૮.૧.૨૦૨૪ના રોજ દેહાંત થયો હતો. જીવતા સમાજ માટે ઉપયોગી બનાવવા આશય સાથે મૃત્યુ પછી પણ સમાજને આપી જવાની ભાવના સાથે મુકત્તાબેને ચક્ષુદાન અને દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

મુકત્તાબેનનું નિધન થતાં તેમના પુત્રો સોનલ મેડીકલ એજન્સીવાળા ભરતભાઇ અને હસમુખભાઇએ માતાની અંતિમ ઇચ્છા મુજબ જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. આ દેહદાન થકી ડોકટરોનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તબીબીક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. દેકીવાડિયા પરિવારના દેહદાનના આ નિર્ણયને સૌએ આવકાર આપ્યો હતો.


Google NewsGoogle News