જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સંદર્ભે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં : તબીબોને વિડીઓ કોન્ફરન્સથી તાલીમ અપાઇ
Chandipura Virus : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સંદર્ભમાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને ખાસ કરીને જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળ દર્દીઓની સારવાર માટે નવો અલાયદો વોર્ડ શરૂ કરી દેવાયા પછી તેમાં ફરજ બજાવનારા તબીબો સહિતના સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી. જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં તબીબોની તાલીમમાં બાળવિભાગ, પી.એસ.એમ., માઈક્રો બાયોલોજી, વિભાગના આશરે 100થી વધુ તબીબો અને મ્યુનિ. કોર્પોરેશન તેમજ જીલ્લાના આરોગ્ય વિભાગના તબીબી સ્ટાફ વગેરેએ તાલીમ મેળવી હતી. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ તાલીમ આપવામાં આવી હતી.