Get The App

લાલપુર નજીક મેઘપરમાંથી ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો: દવા, ઈન્જેક્શન અને સાધનો કબ્જે લેવાયા

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
લાલપુર નજીક મેઘપરમાંથી ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો: દવા, ઈન્જેક્શન અને સાધનો કબ્જે લેવાયા 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને પોલીસની એસ ઓ જી શાખા એ ઝડપી પાડ્યો હતો. અને તેના દવાખાનામાંથી દવા વગેરે નો જથ્થો કબજે કર્યો હતો.

લાલપુર તાલુકાના મેઘપર ગામની પતરા માર્કેટ માં તબીબી ડીગ્રી નહી હોવા છતાં એક શખ્સ ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાની માહિતીનાં આધારે એસ ઓ જી પોલીસની ટુકડીએ દરોડો પાડ્યો હતો. અને મૂળ પશ્ચિમ બંગાળના અવીજીત અધીરભાઈ વિશ્વાસને ઝડપી પાડ્યો હતો. આકાશ લોકોને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી મળી આવી ન હતી. આથી પોલીસે તેની અટકાયત કરી દવાખાનામાંથી બીપી માપવાનું મશીન, સ્ટેતાથકોપ, દવાની ગોળીઓ વગેરે મળી રૂ. 3696ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તેની સામે મેડિકલ પ્રેક્તિશનેર એક્ટની કલમ અન્વયે ગુનો નોંધ્યો હતો.



Google NewsGoogle News