જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા 12 પોલીસ કર્મચારીઓને દિવાળીની ભેટ

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા 12 પોલીસ કર્મચારીઓને દિવાળીની ભેટ 1 - image


                                                    Image Source: Freepik

જિલ્લા પોલીસ વડા દ્વારા છ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ: તેમજ છ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકેની બઢતી અપાઈ

જામનગર, તા. 13 નવેમ્બર 2023 સોમવાર

જામનગર જિલ્લાના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૧૨ પોલીસ કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે, અને જિલ્લા પોલીસ વડા દ્વારા છ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા છે, જ્યારે છ પોલીસ હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી આપવામાં આવી છે.

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા દિવાળીની રજાના દિવસે પણ પ્રમોશનના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા, અને ૧૨ જેટલા કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.

જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભરત સિંહ દિગુભા ઝાલા, નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, બાબુભાઈ વીરાભાઇ ચારેલ, રાજેશ મનજીભાઈ જાડેજા, ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજા, અને હિતેશ જગદીશભાઈ મકવાણા કે જેઓ બીન હથીયારધારી પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે, તેઓને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત સહદેવસિંહ હઠુભા જાડેજા, રણમલભાઈ કારાભાઈ રૂડાચ, દેવાયતભાઈ રાણાભાઇ સંઈડા, જગદીશસિંહ ભીખુભા ઝાલા, સજ્જનસિંહ વનરાજસિંહ જાડેજા, અને હરપાલ સિંહ મહેન્દ્રસિંહ પરમાર કે જેઓ જામનગરના જિલ્લાના પોલીસ બેડામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેઓને એએસઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.


Google NewsGoogle News