જામનગરમાં હોમગાર્ડની પરેડ-ફરજમાં બેદરકાર વધુ એક હોમગાર્ડને બરતરફ કરતાં જિલ્લા કમાન્ડન્ટ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં હોમગાર્ડની પરેડ-ફરજમાં બેદરકાર વધુ એક હોમગાર્ડને બરતરફ કરતાં જિલ્લા કમાન્ડન્ટ 1 - image


Jamnagar News : જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા એક હોમગાર્ડના જવાનને પોતાની પરેડની ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા હોમગાર્ડ કામાન્ડન્ટ દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે.

 જામનગરના હોમગાર્ડ વિભાગમાં પરેડ-ફરજમાં બેદરકાર અને સતત ગેરહાજર રહેતાં હોમગાર્ડઝ સભ્યોને તાકીદ કર્યા બાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે આકરાં પગલાંઓ લઈ પાંચ હોમગાર્ડ સભ્યોને અગાઉ બરતરફ કર્યા હતા. ત્યારબાદ વધુ એક હોમગાર્ડ્સ સભ્ય રાજુભાઈ સોઢાને પરેડ ફરજમાં બેદરકારી બદલ હોમગાર્ડઝ દળમાંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.


Google NewsGoogle News