જામનગર જિલ્લામાં આગામી ચૂંટણી-2024 ની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર તેમજ એસ.પી. દ્વારા કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત લેવાઇ
જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર
જામનગર જિલ્લામાં પણ આગામી લોકસભાની ચૂંટણી 2024 ની તૈયારીઓ સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, અને જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર તેમજ એસપી સહિતના અધિકારીઓ દ્વારા ચૂંટણી સંદર્ભે વિશિષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.
જેના અનુસંધાને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 12-લોકસભાની બેઠકની ચૂંટણીનું મતદાન થયા પછી જે સ્થળે કાઉન્ટિંગ થવાનું છે, તે જામનગરની હરિયા કોલેજના પ્રિમાઈસીસમાં આજે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, તથા અન્ય ચૂંટણી વ્યવસ્થામાં જોડાયેલા અધિકારીઓની ટીમ સાથે રહી હતી, અને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી.
આ ઉપરાંત જામનગર શહેરમાં આવેલા જુદા જુદા રીસીવિંગ સેન્ટરો તેમજ ઇ.વી.એમ. મશીનના ડિસ્પેચ સેન્ટર વગેરે સ્થળની પણ તમામ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, અને જાત નિરીક્ષણ કરાયું હતું.