જામનગરના PGVCLના કર્મચારીએ કરી જન્મદિવસની અનોખી ઉજવણી : વૃક્ષોના બીજનું કર્યું વિતરણ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
જામનગરના PGVCLના કર્મચારીએ કરી જન્મદિવસની અનોખી ઉજવણી  : વૃક્ષોના બીજનું કર્યું વિતરણ 1 - image


Jamnagar News : જામનગરની પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી એવા વીજ કર્મચારીએ પોતાના જન્મદિવસની ઉજવણી વિશેષ રૂપે કરી હતી, અને જુદા જુદા વૃક્ષના બીજનું વિજ કચેરીના કમ્પાઉન્ડમાં કાઉન્ટર બનાવાયું હતું, અને ત્યાંથી અલગ અલગ બીજનું કર્મચારી ગણ વગેરેમાં વિતરણ કરીને જન્મદિવસ ઉજવાયો હતો.

જામનગરના PGVCLના કર્મચારીએ કરી જન્મદિવસની અનોખી ઉજવણી  : વૃક્ષોના બીજનું કર્યું વિતરણ 2 - image

જામનગર પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા સંજય જાનીએ વિવિધ વૃક્ષોના બીજનું વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી. આજે તા .5-7-2024 ના રોજ પોતાના જન્મ દિવસે જુદા-જુદા બીજ જેવા કે કપોક, સરગવો, અર્જુન, લીમડો,પીળો ગુલમ્હોર, સફેદ ગુલમ્હોર, કરંજ,સૂરજ મુખી, હરડે અને જાંબુના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટાભાગે લોકો છોડનું વિતરણ કરતા હોય છે પરંતુ વિજ કર્મચારી સંજય જાનીએ વૃક્ષોના બીજનું વિતરણ કર્યું હતું. જેમાં જામનગર પી.જી.વી.સી.એલ.ની કચેરીના વડા પણ ઉજવણીમાં જોડાયા હતા.


Google NewsGoogle News