જામજોધપુરના સડોદર ગામમાં રસ્તે ચાલવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર: 60 વર્ષના બુજુર્ગ અને તેના પુત્ર પર હુમલો: ત્રણ પાડોશી સામે ફરિયાદ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના સડોદર ગામમાં રસ્તે ચાલવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર: 60 વર્ષના બુજુર્ગ અને તેના પુત્ર પર હુમલો: ત્રણ પાડોશી સામે ફરિયાદ 1 - image


Image: Freepik

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં રસ્તે ચાલવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા પછી ૬૦ વર્ષના બુઝુર્ગ અને તેના પુત્ર ઉપર ત્રણ પાડોશીઓએ લોખંડના પાઈપ-ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા મલ્લુકદાસ અમરદાસ શ્રીમાળી નામના ૬૦ વર્ષના બાવાજી જ્ઞાતિના બુઝુર્ગ તેમજ તેના પુત્ર નરેશ ઉપર લોખંડ ના પાઇપ- ધોકા પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશી કાનજીભાઈ રામજીભાઈ, પરેશ શામળદાસ, અને ઋત્વિક પરેશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીને ઘરે આવવા જવા માટેનો રસ્તો છે, જે રસ્તે થી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને નીકળવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે શેઠ વડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News