Get The App

મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે

Updated: May 4th, 2024


Google NewsGoogle News
મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે 1 - image

image : Twitter

Loksabha Election 2024 : લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે આગામી તારીખ 7.5.2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જામનગર શહેરમાં વસવાટ કરતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો (80 વર્ષ કે તેથી વધુ વર્ષના મતદારો) ને મતદાન મથકે આવવા માટે અને પરત જવા માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા પહેલ કરવામાં આવી છે. 

આગામી તારીખ 7.5.2024 ના રોજ મતદાન કરવા માટે ઈચ્છુક જામનગર શહેરના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો (80 વર્ષ કે તેથી વધુ વર્ષના મતદારો) ને મતદાન કરવા જવાના 1 કલાક પહેલા મોબાઈલ નંબર 9737860652 અથવા 9099790012 ઉપર સંપર્ક સાધવાનો રહેશે. તેમ મદદનીશ ચૂંટણી અધિકારી, 12-જામનગર સંસદીય મત વિસ્તાર અને જિલ્લા પુરવઠા અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News