Get The App

ધ્રોળના કાપડના વેપારી પર કાપડની ખરીદીના મામલે હુમલો: વાંકાનેરના કાપડના વેપારી સહિત પાંચ સામે ફરિયાદ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ધ્રોળના કાપડના વેપારી પર કાપડની ખરીદીના મામલે હુમલો: વાંકાનેરના કાપડના વેપારી સહિત પાંચ સામે ફરિયાદ 1 - image

જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર

જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા એક વેપારી ઉપર કાપડ ખરીદવાના પ્રશ્ને વાંકાનેરના કાપડ ઉત્પાદક વેપારી અને તેના પાંચ સાગરીતોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

 આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં રહેતા અને ધ્રોલના મેમણ ચોકમાં પાકીજા સિલેક્શન નામની કાપડની દુકાન ચલાવતા અફઝલભાઈ રજાકભાઈ વિરાણી નામના 42 વર્ષના મેમણ વેપારીએ પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે વાંકાનેરના કાપડના વેપારી સાહુ ઉર્ફે સુલતાન નામના શખ્સ અને તેના પાંચ સાગ્રીતો સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી અગાઉ આરોપી સુલતાન પાસે કાપડની ખરીદી કરતા હતા, પરંતુ હમણાં કાપડ લેવાની ના પાડતાં આરોપી વેપારી ઉશ્કેરાયો હતો, અને ધ્રોળમાં આવ્યા પછી પોતાના પાંચ સાગરીતોની મદદથી વેપારી પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. જેથી મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેઓને ધ્રોળ પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News