Get The App

જામનગરના લાલપુરમાં નવરાત્રીના પહેલા નોરતે જ ખેલાયો 'ખૂની ખેલ' : અનૈતિક સંબંધોમાં દિયરના હાથે ભાભીની કરપીણ હત્યા

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
જામનગરના લાલપુરમાં નવરાત્રીના પહેલા નોરતે જ ખેલાયો 'ખૂની ખેલ' : અનૈતિક સંબંધોમાં દિયરના હાથે ભાભીની કરપીણ હત્યા 1 - image

image : Freepik

Jamnagar Murder Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘટિત બનાવ બન્યો છે. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા કર્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાભી સાથે અનૈતિક સંબંધો રાખ્યા પછી પતિને જાણ થઈ જતાં ત્યારથી દૂર રહેવા લાગી હતી, જે પસંદ નહીં પડતાં તાબે નહીં થનાર ભાભીનું કાસળ કાઢી નાખ્યાનું સામે આવ્યું છે, અને મેઘપર પોલીસ મથકમાં હત્યા અંગેનો અપરાધ નોંધાયો છે. 

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના જાખર ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા નામના 36 વર્ષના યુવાને પોતાના નાનાભાઈ વિજયસિંહ પ્રેમસંગજી સોઢા સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યાનો અપરાધનો નોંધ્યો છે, અને આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

 પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પત્ની રીનાબા સાથે અગાઉ આરોપી વિજયસિંહ કે ફરિયાદીનો નાનોભાઈ થાય છે તેની સાથે આડા સંબંધો હતા. તેની ફરિયાદી બળવંતસિંહને જાણકારી મળી જતાં તેણે બંનેને ઠપકો આપ્યો હતો, અને પત્ની રીનાબાએ ફરીથી આવું નહીં થાય એવું સ્વીકારી લીધું હતું. પરંતુ તેણીનો દિયર વિજયસિંહ તેને ફરી કાબુમાં લેવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એના રીનાબા તેને તાબે નહીં થતાં ગઈકાલે નવરાત્રીની પ્રથમ રાત્રે વિજયસિંહ ઉશ્કેરાયો હતો અને ભાભી રીનાબાના મોઢા પર પથ્થરના એકથી વધુ ઘા જીકી દઈ હત્યા કરી નાખી હતી, અને તેણીનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર મામલે મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેઓની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. નાના એવા જાખર ગામમાં હત્યાની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.


Google NewsGoogle News