જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે બની રહેલા ઓવરબ્રીજની મુલાકાત લેતા ડેપ્યુટી કમિશનર

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે બની રહેલા ઓવરબ્રીજની મુલાકાત લેતા ડેપ્યુટી કમિશનર 1 - image

જામનગર,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર 

જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે બની રહેલા નવા ઓવરબ્રિજની ચાલતી કામગીરી અંગે આજરોજ તપાસણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશ જાનીએ આજે સવારે ઓવરબ્રીજની સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં ઓવરબ્રીજની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ઉપસ્થીત રહેલ કોન્ટ્રાકટરોને કામગીરી ઝડપથી કરવા તેમજ અન્ય બાબતોની સૂચનાઓ આપવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરે અચાનક સ્થળ પર વિઝીટ કરતાં કોન્ટ્રાકટરો તેમજ કામ કરતાં વર્કરોમાં દોડધામ મચી ગઈ હતી.જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે બની રહેલા ઓવરબ્રીજની મુલાકાત લેતા ડેપ્યુટી કમિશનર 2 - image



Google NewsGoogle News