જામનગરના ખંભાલીડા ગામમાં વાડી માલિક દ્વારા ચલાવતું જુગાર ધામ પકડાયું : રૂ.4.29 લાખનો મુદ્દામાલ કબજે
- પંચકોશી એ. ડિવિઝન પોલીસે પાડેલા દરોડામાં 11 જુગારીઓ પકડાયા : રૂપિયા 4.29 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર
જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં એક વાડીમાં જુગાર ચાલી રહ્યું છે, અને એક ઝાડની નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો, વાડી માલિક સહિત 11 જુગારીઓની અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂપિયા 4.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરના પંચકોસી એ. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી.સોઢા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં રહેતા મહિરાજસિંહ ઉર્ફે મયુર જશવંતસિંહ જાડેજાની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને ત્રણ ખૂણીયા વાડીમાં એક લીમડાના ઝાડ નીચે કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડી માલિક સહિત ૧૧ શખ્સો ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે મહીરાજસિંહ જશવંતસિંહ જાડેજા, ઉપરાંત પરેશ માવજીભાઈ ભીમાણી, રાજેશ લાલજીભાઈ ગડારા, કાંતિલાલ ઉર્ફે કાનો ગંગારામભાઈ સંતોકી, ખેતુભા ઉર્ફે પીન્ટુ રામસિંગ જાડેજા, ભુપેન્દ્રભાઈ પીતાંબરભાઈ પટેલ, નિલેશ ઉર્ફે ટીનો લાલજીભાઈ ગડારા, સંજયસિંહ સતુભા જાડેજા, શાંતિભાઈ માવજીભાઈ ગડારા, પ્રવીણ અમૃતલાલ નિમાવત, તેમજ લાભૂભારથી બચુભારથી ગોસાઈ સહિત 11 જુગારીઓની અટકાયત કરી લીધી છે.પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા 2,01,600 ની રોકડ રકમ ગંજીપાના 6 નંગ મોટરસાયકલ અને 11 નંગ મોબાઈલ ફોન સહિત 4,29,000 ની માલ વધતા કબજે કરી લીધી છે.
જામજોધપુરના સંગચીરોડા ગામમાં જુગાર અંગે દરોડો
જામજોધપુર તાલુકાના સંગચીરોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લાખાભાઈ સીદાભાઈ પરમાર, મહિપતસિંહ અમરસિંહ ડાભી, વસીમ ઈકબાલભાઈ મલિક, વિક્રમસિંહ બાલુભા ચાવડા, ગણેશગીરી પ્રેમ ગીરી ગોસ્વામી, અને અવશીભાઈ રૂપાભાઈ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 2030 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.