Get The App

જામનગર નજીક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો, રૂ.7.85 લાખના મુદામાલ સાથે 14 ઝડપાયા

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો, રૂ.7.85 લાખના મુદામાલ સાથે 14 ઝડપાયા 1 - image


Jamnagar Gambling News : જામનગર તાલુકાના મોટી બાણુગાર ખાતે રહેતો એક શખ્સ પોતાના ઘરમાં બહારથી પન્ટરો બોલાવી મોટાપાયે જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પંચ એ. ડિવિઝન પોલીસ ટૂકડીએ ઘટનાસ્થળે જઈ દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલ 14 શખ્સોને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી લાખ્ખો રૂપિયાની રોકડ રકમ તેમજ અન્ય માલમતા સહિત કુલ રૂા.7,85,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. 

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામે રહેતા નારણભાઈ જયરાજભાઈ કાસુન્દ્રા નામના વૃધ્ધ પોતાના મકાનમાં બહારથી પન્ટરો બોલાવી પોતે જુગારનો અખાડો ચલાવતા હોય તેવી બાતમી પંચ એ. પોલીસને મળી હતી. આથી ઘટનાસ્થળે જઈ મકાનમાં દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મકાનમાલિક નારણભાઈ જયરાજભાઈ કાસુન્દ્રા, મનસુખભાઈ અવચરભાઈ ગડારા, પ્રવીણ મનસુખભાઈ પાયોટિયા, વિજય અમૃતભાઈ ભેંસદડિયા, અમરશીભાઈ પોપટભાઈ હિંસુ, રમેશભાઈ લખમણભાઈ ઘેટિયા, કુંવરજી અમૃતલાલ ભેંસદડિયા, અશોક ગણેશભાઈ વાંસજાળિયા, નૈનેશ ભગવાનજીભાઈ ભેંસદડિયા, ભૂપત હરિભાઈ ભેંસદડિયા, હેમત હરિભાઈ ગામી, યોગેશ મગનલાલ ધમસાણિયા, બિપીન રમેશભાઈ ભેંસદડિયા અને રાકેશ અવચરભાઈ કાનાણી સહિત 14 શખ્સોને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રોકડ રૂા. 7 લાખ 15 હજાર તેમજ 15 મોબાઈલ જેની કિંમત 70,500 મળી કુલ રૂા.7,85,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ દરોડા દરમ્યાન બે શખ્સો નાશી જતાં તેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News