જામનગરમાં કન્સ્ટ્રકશનના બે ભાગીદારો વચ્ચે તકરાર : એક ભાગીદારને બીજા ભાગીદાર પિતા પુત્ર દ્વારા ધમકી
Jamnagar Crime : જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટરને તેના જ ભાગીદાર અને તેના પુત્રએ પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. ભાગીદારી છૂટી કરતાં 18 લાખનો અપાયેલો ચેક પાછો ફરવાથી કરેલા કોર્ટ કેસમાં આરોપીને સજા થઈ હોવાથી આ ધમકી અપાયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ સામતભાઈ ખોલા નામના 45 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાનને તેના જ ભાગીદાર વિજયભાઈ ગોવિંદભાઈ આંબલીયા તેમજ તેના પુત્ર સાથે ધંધાના હિસાબ બાબતે તકરાર થઈ હતી, અને ભાગીદારી છૂટી કરી નાખી હતી. જેમાં ફરિયાદી પ્રવીણભાઈએ આરોપી ભાગીદાર પાસેથી 18 લાખ રૂપિયા લેવાના હતા. પરંતુ તે રકમ પરત કરી ન હોવાથી અદાલતે આરોપી વિજયભાઈ આંબલીયાને તકસીરવાન ઠરાવ્યો હતો, અને જેલ સજા કરી હતી. આરોપી વિજયસિંહ આંબલીયા ઉસકેરાયો હતો અને પોતાના પુત્ર સાથે રામેશ્વર નગર વિસ્તારમાં ધસીજઈ ફરિયાદી પ્રવીણભાઈ ખોલા ને પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.