જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં ફેબ્રિકેશનના કામ દરમિયાન ત્રીજા માળેથી પટકાઈ પડેલા શ્રમિક યુવાનનું કરુણ મૃત્યુ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં ફેબ્રિકેશનના કામ દરમિયાન ત્રીજા માળેથી પટકાઈ પડેલા શ્રમિક યુવાનનું કરુણ મૃત્યુ 1 - image

image : freepik

જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

જામનગર નજીક  મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીના એરીયામાં ચાલી રહેલા કન્સ્ટ્રકશન કામ દરમિયાન ત્રીજા માળેથી નીચે પટકાઈ પડેલા શ્રમિક યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં રહીને મજૂરી કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢનો વતની કમલેશ મુસાફરભાઈ વિશ્વકર્મા (ઉંમર વર્ષ 27) કે જે ગત 23-12-23ના રોજ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના કન્સ્ટ્રક્શન સાઇટના એરિયામાં ત્રીજા માળે ફેબ્રિકેશનનું કામ કરી રહ્યો હતો.

 દરમિયાન પોતે એકાએક બેલેન્સ ગુમાવી દેતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને લોહી લુહાણ થવાથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

 આ બનાવ અંગે સતિષભાઈ જીતનારાયણ વિશ્વકર્માએ પોલીસને જાણ કરતાં મેઘપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News