જામનગરમાં કાલાવડ નાકા બહાર જૂની અદાવતનો ખાર રાખીને માતા-પુત્ર પર ઘાતક હુમલો : પોલીસ તંત્ર દોડતું થયું

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
જામનગરમાં કાલાવડ નાકા બહાર જૂની અદાવતનો ખાર રાખીને માતા-પુત્ર પર ઘાતક હુમલો : પોલીસ તંત્ર દોડતું થયું 1 - image

image : Freepik

Jamnagar Crime News : જામનગરમાં કાલાવડ નાકા બહાર રબાની પાર્ક વિસ્તારમાં રહેતા માતા-પુત્ર પર જૂની અદાવતનું મનદુઃખ રાખીને ત્રણ શખ્સોએ હુમલો કરી દેતાં બંનેને ઇજાગ્રસ્ત અવસ્થામાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ તંત્ર આ બનાવ બાદ દોડતું થયું છે અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. 

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રબાની પાર્ક વિસ્તારમાં રહેતા સાબેરા રફીકભાઇ મેમણ તથા મોઇન રફીકભાઇ મેમણ, જે બન્ને માતા-પુત્ર પર જૂની અદાવતને ખાર રાખીને સદામ ટકો, સાહિલ મોદી અને ઇનાયત પીંજારા નામના ત્રણ લુખ્ખા તત્વો દ્વારા ઘાતક હુમલો કરાયો હતો. 

ત્યારબાદ માતા સાબેરા તથા પુત્ર મોઇન બન્નેને સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, તેમજ હુમલાના બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.


Google NewsGoogle News