હાલારમાં કાતિલ ઠંડા વાયરાએ લોકોને ધ્રુજાવ્યા : જામનગરમાં ઠંડા પવન ફૂંકાતા મુખ્યમાર્ગો બન્યા સૂમસામ
image : Socialmedia
- જામનગરમાં સરેરાશ 30 કિ.મી.ની ગતિએ ઠંડા પવન ફૂંકાતા મુખ્યમાર્ગો બન્યા સૂમસામ
જામનગર,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
જામનગર સહિત સમગ્ર રાજયમાં છેલ્લા બે દિવસથી ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠારની ધારને વધુ તીક્ષ્ણ બનાવી છે. તેવામાં જામનગરમાં પણ ગઇકાલે તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનને ઠારની ચમકથી ધ્રુજયું હતું. 25 થી 30 કિ.મી.ની ઝપડે ફુંકાયેલા પવને લોકોને આખો દિવસ ગરમ કપડા પહેરવા માટે મજબૂર કર્યા હતા. રાત્રિના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાતા ટાઢોડું છવાયું હતું.
જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો એક ડિગ્રીના ઘટાડા સાથે 16.0 ડિગ્રી અને મહત્તમ તાપમાનનો પારો પણ એક ડિગ્રીના ઘટાડા સાથે 25.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ગતિ 25.0 થી 30.0 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી.