જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં દલિત યુવાનને ધાકધમકી આપી હડધૂત કરાયો: કાર ચાલક સામે ફરિયાદ
Image: Freepik
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાનને પતાવી દેવાની ધમકી આપી હડધૂત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, અને પુર ઝડપે કાર ચલાવનાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતા વિપુલ રમણીકભાઈ ચૌહાણ નામના ૨૮ વર્ષના દલિત યુવાને પોતાને ધાકધમકી આપી દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજના હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સોહીલ હમિદભાઈ ગામેતી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી પોતાના ઘર પાસે ઊભા હતા, અને તેના બાળકો શેરી માં રમતા હતા, જે દરમિયાન આરોપી સોહિલ પૂરઝડપે કાર લઈને નીકળતાં તેને અટકાવીને ફૂલ સ્પીડમાં કાર લઈને નીકળવાની ના પાડતાં ઉસકેરાઈ જઇ ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આરોપી સોહીલ સામે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.