કાલાવડ તાલુકાના બામણ ગામમાં દલિત યુવાન અને તેના વૃદ્ધ દાદી પર હુમલો કરી હડધૂત કરાયા

- પાડોશી બે મહિલાઓ સહિત પાંચ આરોપીઓ સામે એસ્ટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુનો નોંધાયો

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
કાલાવડ તાલુકાના બામણ ગામમાં દલિત યુવાન અને તેના વૃદ્ધ દાદી પર હુમલો કરી હડધૂત કરાયા 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા એક દલિત યુવાન અને તેના વૃદ્ધ દાદી પર હુમલો કરી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે પાડોશમાં રહેતા બે મહિલા સહિતના પાંચ આરોપીઓ સામે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા ચિરાગ સુરેશભાઈ ચૌહાણ નામના ૨૩ વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના વૃદ્ધા દાદી પર હુમલો કરી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે પોતાના પાડોશમાંજ રહેતા અહેમદભાઈ હારુનભાઈ દલ, મોયુદ્દીન હાજીભાઈ દલ, નાસીર હાસમભાઈ, હસીનાબેન રહીમભાઈ દલ, અને બીબીબેન હારુનભાઈ દલ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી જે ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો, તે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને ફરિયાદી યુવાને ટેન્કર ચલાવવા બાબતે ખોટી રજૂઆતો અને વાતચીત કરી છે. તેવો આક્ષેપ કરીને પાંચેય આરોપીઓએ હુમલો કરી હડધૂત કર્યા હતા. જેથી પાંચેય આરોપીઓ સામે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News