Get The App

જામનગરમાં નવાગામ ઘેડ નવજીવન સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં મહાનગરપાલિકા દ્વારા પુલિયું દૂર કરાયું

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં નવાગામ ઘેડ નવજીવન સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં મહાનગરપાલિકા દ્વારા પુલિયું દૂર કરાયું 1 - image


જામનગર મહાનગરપાલિકા દ્વારા નવાગામ ઘેડ વિસ્તારમાં બોક્ષ કેનાલનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે આજે ચાલુ વરસાદમાં નવજીવન સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતાં કેનાલ પર બનાવવામાં આવેલું પુલીયું કે જેના કારણે પાણીનો પ્રવાહ રોકાતો હોવાથી જેસીબી ની મદદથી તોડી પાડવામાં આવ્યું છે, અને પાણીનો પ્રવાહ ચાલુ કરી દેવાતાં આખરે સોસાયટી વિસ્તારમાં ભરાતા પાણીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થયો છે.

જામનગરમાં નવાગામ ઘેડ નવજીવન સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં મહાનગરપાલિકા દ્વારા પુલિયું દૂર કરાયું 2 - image

આસપાસના રહેવાસીઓની ફરિયાદના આધારે જામનગર મહા નગરપાલિકાની ટીમ આજે વહેલી સવારે નવજીવન સોસાયટી વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને ત્યાં બનાવાયેલું પુલિયુ કે જેને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું, અને પાણી નો પ્રવાહ ચાલુ કરી દેવાતા આસપાસના વિસ્તારમાં ધીમે ધીમે પાણી ઓસર્યા છે. જેથી સ્થાનિકોને રાહત થઈ છે.


Google NewsGoogle News