Get The App

જામનગરના સેતાવાડ વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટાખોર પકડાયો: મુખ્ય બુકીનું નામ ખુલ્યું

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
જામનગરના સેતાવાડ વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટાખોર પકડાયો: મુખ્ય બુકીનું નામ ખુલ્યું 1 - image

image : Freepik

જામનગર,તા.13 જાન્યુઆરી 2024,શનિવાર

જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં રહેતા એક શખ્સને ક્રિકેટનો સટ્ટો રમવા અંગે એલસીબીની ટીમે ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં ક્રિકેટનો સટ્ટો ચલાવતા મુખ્ય બુકીનું નામ ખુલ્યું છે.

 આ દરોડાની વિગત એવી છે કે એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સેતાવાડ વિસ્તારમાં રહેતો ચંદ્રેશ ઉર્ફે પીસી અનિલભાઈ ઉદાણી નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોન મારફતે ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે ચંદ્રેશ ઉદાણીને ઝડપી લીધો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન, મોટરસાયકલ અને રોકડ રકમ સહિત 37,250 ની માલમતા કબજે કરી છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના મુખ્ય બુકી ખોજાભાઈ સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News