જામનગરમાં એડવોકેટની હત્યાનાં આરોપીની આગોતરા જામીન અરજી ૨દ કરતી અદાલત

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
જામનગરમાં એડવોકેટની હત્યાનાં આરોપીની આગોતરા જામીન અરજી ૨દ કરતી અદાલત 1 - image


જામનગરમા બેડી વિસ્તારમાં પોણા બે માસ પહેલાં એક એડવોકેટ હત્યા નીપજાવવામાં આવી હતી. જે કેસનાં એક આરોપીની આગોતરા જમીન અરજી અદાલતે રદ કરી છે.

 ગત 13 માર્ચની સાંજે એડવોકેટ હારુનભાઈ પાલેજા ની હત્યા નિપજાવાઇ હતી જે બનાવથી શહેરમાં અને હાલારનાં વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. વકીલોએ રોષભેર રજુઆતો સાથે જીલ્લા પોલીસ વડા તથા કલેક્ટર ને આવેદન પાત્ર પાઠવી રજૂઆતો કરી હતી. અત્યાર સુધી મા આ હત્યા કેસ માં  ૧૪ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે.પરંતુ બનાવના દિવસથી પોલીસનાં હાથમાં ન આવતા તથા નાસતા ફરતા અસગર જુસબ સાયચા નામનાં આરોપી એ પોતાને સંડોવી દેવાયાનાં મુદ્દે આગોતરા જામીન અરજી જામનગરની સેશન્સ અદાલતમાં કરી હતી. 

જેની સુનાવણી દરમ્યાન સરકારી વકીલ દ્વારા અદાલતને રજુઆત કરવામાં આવી હતી કે, આ કેસ એક પ્રેક્ટિશ કરતા અને એક શિક્ષિકા ની આત્મહત્યાનો કેસ લડી રહેલા વકીલની હત્યાનો  કેસ છે. તેઓની હત્યાના બનાવના દીવસથી અરજદાર/આરોપી નાસતો ફરે છે. હત્યાનાં કથિત કાવતરાની મિટીંગોની વિગતો માટે તેની કસ્ટોડીયલ પુછપરછ જરૂરી છે. તેનાં મોબાઈલમાંથી તપાસનીશ અધિકારીને કિંમતી માહિતી મેળવવી જરૂરી હોય, તે પ્રકારની દલીલો નાં.અંતે સરકારી વકીલ પિયુષભાઈ પરમાર ની રજુઆતો ધ્યાને લઈ વકીલના હત્યાની કેસમા આરોપીની આગોતરા જામીન અરજી ૨દ કરી છે.


Google NewsGoogle News