Get The App

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર બે કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તિ ઘાયલ

Updated: Jul 23rd, 2024


Google News
Google News
જામનગર-રાજકોટ હાઇવે રોડ પર બે કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તિ ઘાયલ 1 - image


Accident in Jamnagar : રાજકોટમાં સૌરાષ્ટ્ર કલાક કેન્દ્ર પાસે રહેતા મયુરધ્વજસિંહ ભરતસિંહ ઝાલા (52 વર્ષ) પોતાના પત્ની અલ્પાબા ઝાલાને સાથે રાખીને પોતાની કારમાં બેસીને ગત 17મી તારીખે જામનગર રાજકોટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

 જે દરમિયાન મોડપર ગામના પાટીયા પાસે પૂર ઝડપે આવી રહેલી જીજે-01- કે.એન 7428 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે ટક્કર મારી દેતાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મયુરધ્વજસિંહ તથા તેમના પત્ની અલ્પાબાને ઈજા થઈ હતી, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અકસ્માતના બનાવ અંગે સ્વીફ્ટ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

 જામનગર ખંભાળિયા બાયપાસ રોડ પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા રામજીભાઈ તુલસીભાઈ દુધાગરા નામના 44 વર્ષના વેપારી યુવાનને જી.જે.10 જી.એ. 0134 નંબરની બસના ચાલકે ઠોકરે ચડાવી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

Tags :
JamnagarJamnagar-Rajkot-HighwayAccident

Google News
Google News