ગણપતિની POPની મૂર્તિ પર પ્રતિબંધના વિરોધમાં કોંગ્રેસ કૉર્પોરટરનો વેચાણકારો સાથે જામનગર પાલિકામાં ધરણાં પ્રદર્શન

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ગણપતિની POPની મૂર્તિ પર પ્રતિબંધના વિરોધમાં કોંગ્રેસ કૉર્પોરટરનો વેચાણકારો સાથે જામનગર પાલિકામાં ધરણાં પ્રદર્શન 1 - image


Jamnagar Congress Protest : જામનગર શહેરના ગણપતિની મૂર્તિના વિક્રેતાઓ કે જેઓને આજે તાત્કાલિક અસરથી પીઓપીની મૂર્તિનું વેચાણ નહીં કરવા માટેની સૂચના આપીને સાંજ સુધીમાં તમામ પીઓપીની મૂર્તિઓ વેચાણમાંથી લઈ લેવા નોટિસ અપાઈ છે, જેનો જામનગર મહાનગરપાલિકાના વૉર્ડ નંબર ચારના કોંગી કૉર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા વિરોધ કરાયો છે.

 તેઓ આજે ગણપતિની મૂર્તિના વેચાણકારો સાથે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં કમિશ્નરની ઑફિસના દ્વારે ધરણાં પર બેસી ગયા હતા, અને ગણપતિની ધૂન બોલાવી હતી.

ગણપતિની POPની મૂર્તિ પર પ્રતિબંધના વિરોધમાં કોંગ્રેસ કૉર્પોરટરનો વેચાણકારો સાથે જામનગર પાલિકામાં ધરણાં પ્રદર્શન 2 - image

 તેઓના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાનું તંત્ર જાણે છે કે પીઓપીની મૂર્તિનું વેચાણ નહીં કરવું, તેમ છતાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આવી મૂર્તિઓ નિર્માણ પામતી હોય છે. તે લોકોને જે તે વખતે સૂચના અપાતી નથી, અને આજે છેલ્લા દિવસે તેઓને જાણકારી આપીને નોટિસો અપાય છે. જે ગેરવ્યાજબી છે.

 પીઓપીની મૂર્તિનું સ્થાપન થાય તેવા ગણપતિ મંડળના આયોજકો અથવા ગણેશ ભક્તોને જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ સ્થળે મૂર્તિનું વિસર્જન થાય, અને મહાનગરપાલિકાનું તંત્ર તેની સંપૂર્ણ પ્રક્રિયાઓ પૂર્ણ કરે, તેવી પણ આ તકે માંગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News