Get The App

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ટેક્સના મુદ્દે કોંગી કોર્પોરેટર દ્વારા સ્થાનિકો સાથે મ્યુનિ. કમિશનરને રજૂઆત

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ટેક્સના મુદ્દે કોંગી કોર્પોરેટર દ્વારા સ્થાનિકો સાથે મ્યુનિ. કમિશનરને રજૂઆત 1 - image

જામનગર,તા.21 માર્ચ 2024,ગુરૂવાર

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આજે ટેક્સના મુદ્દે કમિશનરને સ્થાનિક લોકોની સાથે રહીને રજૂઆત કરવામાં આવી હતી. કેટલાક આસામીઓ કે જેઓને અલગ અલગ અને વધારાના ટેક્સની રકમ ભરપાઈ કરવા માટેની નોટિસો મળી છે.

 જેના અનુસંધાને આવા નાગરિકોને સાથે લઈને કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મ્યુનિ. કમિશનરની કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્વારા આગામી 28મી તારીખે સમગ્ર પ્રકરણની તપાસ કરીને યોગ્ય નિકાલ કરાવશે તેવી ખાતરી આપી હતી.


Google NewsGoogle News