જામનગરમાં સાઈ દર્શન સોસાયટીમાં ગઈ રાત્રે ફટાકડા ફોડવાના મામલે પાડોશીઓ વચ્ચે તકરાર

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં સાઈ દર્શન સોસાયટીમાં ગઈ રાત્રે ફટાકડા ફોડવાના મામલે પાડોશીઓ વચ્ચે તકરાર 1 - image


- એક પિતા પુત્ર સહિતના ત્રણ પાડોશીઓ ઉપર હુમલો: અન્ય બે પાડોશીઓએ હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ

જામનગર,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગરમાં ઢીંચડા રોડ પર સાંઈદર્શન સોસાયટીમાં રહેતા પિતા પુત્ર ફટાકડા ફોડી રહ્યા હતા, દરમિયાન પાડોશમાં રહેતા બે શખ્સો એ આવીના પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. જયારે તેઓને છોડાવવા પડેલા અન્ય એક પાડોશીને પણ માર પડ્યો હોવાની ફરિયાદ થઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઢીંચડા રોડ પર સાઇ દર્શન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રતિલાલભાઈ પાણખાણીયા (46 વર્ષ) અને તેનો પુત્ર પાર્થ કે જેઓ ગઈકાલે પોતાના ઘર પાસે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડી રહ્યા હતા તે દરમિયાન પાડોશમાં જ રહેતો ખીમભાઈ વાઢીયા નામનો શખ્સ, તેના અન્ય એક સાગરીત સાથે ધસી આવ્યો હતો, અને ફટાકડા ફોડીને રહેલા પિતા પુત્ર સાથે સૌ પ્રથમ ગાળાગાળી કરી હતી.

 ત્યારબાદ બંને પર લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ બનાવ બાદ પાડોશમાંજ રહેતા કિરીટભાઈ નામના પાડોશી છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, દરમિયાન બંનેએ કિરીટભાઈ ઉપર હુમલો કરી દેતાં લોહી લોહણ થયા હતા, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

 સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે મુકેશભાઈ પાણખાણીયાની ફરિયાદના આધારે ખીમભાઈ વાઢીયાને તેના સાગરીત સામે ગુનો નોંધ્યો છે, અને બંને ભાગી છૂટયા હોવાથી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News