જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા મંગવાના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા મંગવાના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે તકરાર 1 - image

image : Freepik

- દારૂનો નશો કરીને છરી લઈ મારવા દોડેલા નાના ભાઈને પોલીસમાં ફોન કરી મોટા ભાઈએ પકડાવી દીધો

જામનગર,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં દારૂ પીવા માટેના પૈસાની માંગણી કરવાના મામલે બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, અને દારૂનો નશો કરીને છરી લઈ મારવા દોડેલા નાનાભાઈને મોટાભાઈએ પોલીસને ટેલીફોન કરી પકડાવી દીધો હતો, અને તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા આનંદ ઘેલુભાઈ માડમે પોતાના જ નાનાભાઈ મયુર ઉર્ફે ધર્મેન ઘેલુભાઈ માડમને દારૂનો નશો કરી પૈસાની માંગણી કરવા અંગે તેમજ છરી લઈને મારવા દોડવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસને ટેલીફોન કર્યા પછી પોલીસ ટીમ દોડતી થઈ હતી, અને દારૂનો નશો કરેલા નાનાભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે.

 આ બનાવની વિગત એવી છે કે ફરિયાદી આનંદ માડમના પરિવારના મહિલા સભ્ય પાસે તેનોજ નાનો ભાઈ નવાગામ ઘેડમાં જ રહેતો મયુર માડમ દારૂનો નશો કરીને આવ્યો હતો, અને પરીવારના એક મહિલા સભ્ય પાસે દારૂ પીવા માટે  પૈસાની માંગણી કરી હતી.

 જેને પૈસા આપવાની મોટાભાઈ આનંદએ ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ નાનોભાઈ છરી લઈને આવ્યો હતો, અને મોટાભાઈને મારવા માટે દોડતાં મોટાભાઈએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી. જેથી પોલીસની જીપ તે દરમિયાન સ્થળ પર આવી પહોંચી હતી, અને દારૂનો નશો કરીને હાજર રહેલા મયુર માડમની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત મોટાભાઈ આનંદની ફરિયાદના આધારે મયુર માડમ સામે આઇપીસી કલમ 323, 504, 506-2 અને 135-1  મુજબ પણ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તે ગુનામાં પણ તેની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News