જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ત્રીપલ અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવાઈ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ત્રીપલ અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવાઈ 1 - image


Jamnagar Accident Crime : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે કાર અને રિક્ષા તેમજ ક્રેઇન વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રાજકોટનું એક  દંપતિ ઘાયલ થયું હતું, જે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે ગત તા.12.7.2024 ના સવારે 9.15 વાગ્યાના અરસામાં જી.જે.03 બી.ઝેડ.2898 નંબરની ટેક્સી કાર તેમજ ઓટોરિક્ષા અને ક્રેઇન વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં રાજકોટના સોની દંપત્તિ દિલીપભાઈ પાટડીયા અને તેના પત્નીને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઉપરોક્ત અકસ્માત સર્જનાર કારના ચાલક પરેશભાઈ સામે સામે ઇજાગ્રસ્ત સોની દંપતીના પુત્ર ચેતન દિલીપભાઈ પાટડીયાએ મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો છે.


Google NewsGoogle News