જામનગરમાં ખાનગી કંપનીના બે કર્મચારીઓ ઉપર સહકર્મચારી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

Updated: May 21st, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખાનગી કંપનીના બે કર્મચારીઓ ઉપર સહકર્મચારી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ 1 - image


જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓને તેની સાથે જ કામ કરતાં અન્ય કર્મચારીને વાહન પર કરવાના મુદ્દે તકરાર થઈ હતી.

જામનગર નજીક હાપામાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા પ્રદિપસિંહ જાડેજા તેની સાથેના કર્મચારી હિરેનભાઈ નાગર સાથે પોતાની નોકરી પર હતા, જે દરમિયાન તેની સાથેના અન્ય કર્મચારી ફૈઝલ હનીફભાઈ ખફી સાથે વાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર થઈ હતી.

જેથી ફૈઝલ ઉસકેરાયો હતો, અને પોતાના અન્ય બે સાગરીતોને બોલાવીને પ્રદિપસિંહ જાડેજા તથા હિરેન નાગર પર હુમલો કરી દીધો હતો. તેથી બંનેને ઇજા થઈ હતી.જે બનાવ અંગે ત્રણેય હુમલાખોરો સામે બેડી મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

Jamanagar

Google NewsGoogle News