Get The App

જામનગરમાં જી.જી.હોસ્પિટલના મેઈન ગેટ પાસે દારૂનો નશો કરીને નીકળેલા બાઈક ચાલકે પોલીસ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
જામનગરમાં જી.જી.હોસ્પિટલના મેઈન ગેટ પાસે દારૂનો નશો કરીને નીકળેલા બાઈક ચાલકે પોલીસ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ 1 - image


Jamnagar News : જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલના મુખ્ય ગેઇટ પાસે ટ્રાફિક ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે દારૂનો નશો કરીને નીકળેલા એક બાઈક ચાલકે અણછાજતું વર્તન કરી બફાટ કર્યો હતો, અને પોલીસ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા અન્ય ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના મુખ્ય ગેઇટ પાસે ટ્રાફિક નિયંત્રણ કરી રહ્યા હતા, જે દરમિયાન સુરેશ દેવજીભાઈ વાઘેલા નામનો એક બાઈક ચાલક દારૂનો નશો કરીને આવ્યો હતો.

જેને અટકાવીને બાઈકના કાગળ વગેરે માંગ્યા હતા, જેથી તેની પાસે કોઈ આધાર પુરાવા ન હતા, તેમજ બાઈકના પાછળના ભાગે નંબર પ્લેટ પણ લગાવી ન હતી. તેથી ટ્રાફિક શાખા દ્વારા બુલેટ મોટરસાયકલને કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.

જે દરમિયાન બાઈક ચાલક સુરેશ વાઘેલા કે જે દારૂનો નશો કરેલી હાલતમાં હોવાથી લથડીયા ખાતો હતો, અને બેફામ વાણી વિલાસ કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને તેની સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવાઇ છે. જ્યારે તેનું બાઈક કબ્જે કરી લેવામાં આવ્યું છે.


Google NewsGoogle News