Get The App

લાલપુરના મેઘપરમાં લાઈટના પ્રશ્ને PGVCLના કર્મચારીને 3 લોકોએ મારમારી ધમકી આપ્યાની ફરિયાદ , એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
લાલપુરના મેઘપરમાં લાઈટના પ્રશ્ને PGVCLના કર્મચારીને 3 લોકોએ મારમારી ધમકી આપ્યાની ફરિયાદ , એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ 1 - image


Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પીજીવીસીએલના એક અનુસૂચિત જાતિના કર્મચારીને મેઘપર ગામના ત્રણ શખ્સોએ લાઇટના પ્રશ્ને તકરાર કર્યા પછી ઢીકા પાટુનો માર મારી, અનુસૂચિત જાતિ જાતિના હોવાથી હડધૂત કરવા અંગેની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા અને લાલપુર ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર કાંતિલાલ કલાસવા નામના વીજ કર્મચારીએ પોતાને મારકુટ કરી ધમકી આપવા અંગે તેમજ પોતે અનુસૂચિત જાતિના હોવાથી પોતાને જાતિ પ્રથા કે અપમાનિત કરવા અંગે મેઘપર ગામના મયુરસિંહના દેવુભા કંચવા, શિવરાજસિંહ કરણસિંહ કંચવા, અને પ્રિયરાજસિંહ વીજયસિંહ કંચવા સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને તેમની સાથેના અન્ય વીજ કર્મચારીઓ મેઘપર ગામમાં લાઈટ ની ફરિયાદના પ્રશ્ને કામ પર ગયા હતા, જે દરમ્યાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરિયાદી રાજેન્દ્રકુમાર કલાસવા સાથે સૌપ્રથમ જીભાજોડી કર્યા પછી ઢીકા પાટુનો માર માર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી, અનુસૂચિત જાતિના હોવાથી તેઓને સમાજમાં હલકા પાડવા માટેનો પ્રયત્ન કરાયો હોવાથી તમામ સામે એસ્ટ્રોસિટી સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News