જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે મહિલા દ્વારા પાર્ક કરાયેલા સ્કૂટરને તસ્કરો ચોરી ગયાની ફરિયાદ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે મહિલા દ્વારા પાર્ક કરાયેલા સ્કૂટરને તસ્કરો ચોરી ગયાની ફરિયાદ 1 - image

image : Freepik

Jamnagar Bike Theft : જામનગરની એક મહિલા દ્વારા નાગનાથ ગેઇટ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલું સ્કૂટર કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં વિકાસગ્રહની બાજુમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા પલવીબેન સચિનભાઈ ચૌહાણ નામના મહિલાએ નાગનાથ ગેઇટ વિસ્તારમાં પોતાનું એક્સેસ સ્કૂટર પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ તસ્કરો સ્કૂટરની ચોરી કરી ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી વાહન ચોરને શોધવાની કવાયત શરૂ કરી છે.


Google NewsGoogle News