mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જામનગરના નજીક આવેલા પવનચક્કીવાળા એરિયામાંથી 3.90 લાખની કિંમતના વાયરની ચોરીની ફરિયાદ

Updated: Jun 28th, 2024

જામનગરના નજીક આવેલા પવનચક્કીવાળા એરિયામાંથી 3.90 લાખની કિંમતના વાયરની ચોરીની ફરિયાદ 1 - image


Theft Case Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામની સીમ વિસ્તારમાં લગાવવામાં આવેલી પવન ચક્કીના એરિયામાંથી કોઈ તસ્કરોએ રૂપિયા 3,90,000 ની કિંમતના વાયર ચોરી કરી લઈ ગયાની, અને બોલેરો જેવા વાહનમાં ચોરાઉ સામગ્રી ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જે વાહનના નંબરના આધારે પોલીસ તસ્કરોને શોધી રહી છે.

ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને એક ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા હાજીભાઈ નૂરમામદભાઈ મિયાણાએ ફરીયાદ કરીને જણાવ્યું છે કે બાલંભાની સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કીના એરિયામાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી લઇ અંદરથી રૂપિયા 3,90,000 ની કિંમતના 650 મીટર કોપર વાયરની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરોએ વાયરો કાપ્યા પછી બોલેરો જેવા વાહનમાં નાખીને ચોરી કરી લઈ ગયા હોવાનું જાહેર કરાયું છે. જેથી પોલીસ દ્વારા તે વાહનના નંબરના આધારે તમામને શોધવા માટેની કવાયત શરૂ કરી દેવાઇ છે.

Gujarat