જામનગરમાંથી બે બાઈકની ચોરી થયાની ફરિયાદ: કાલાવડમાંથી એક મહિલાનો મોબાઇલફોન ચોરાયો

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાંથી બે બાઈકની ચોરી થયાની ફરિયાદ: કાલાવડમાંથી એક મહિલાનો મોબાઇલફોન ચોરાયો 1 - image

image : Freepik

જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

જામનગર શહેરમાં વાહન ચોરીનો સીલ સિલો આવીરત ચાલુ રહ્યો છે, અને શહેરમાંથી વધુ બે બાઇક ચોરાયાની ફરિયાદ થઈ છે. ઉપરાંત કાલાવડમાંથી એક મહિલાનો મોબાઇલ ફોન ચોરાયો છે.

 જામનગર શહેરમાં વાહન ચોરીનો ઉપદ્રવ યથાવત રહ્યો છે. જામનગરના રાજપાર્ક શેરી નંબર-1 માં રહેતા જીતેશભાઈ જાદવભાઈ ધોળકિયાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી બી. ડીવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 આ ઉપરાંત જામનગરમાં સાંઢીયા પુલ પાસે રહેતા હિંમતભાઈ પરબતભાઈ કાંબરીયાએ પોતાનું મોટરસાયકલ ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ પથકમાં નોંધાવી છે.

 જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં આંબેડકર નગરમાં રહેતા અશ્વિનભાઈ રામજીભાઈ રાઠોડ એ પોતાના પત્ની નો મોબાઇલ ફોન ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે.


Google NewsGoogle News