Get The App

જામનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીનીનો મોબાઇલ ફોન ચોરી થયાની ફરિયાદ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
જામનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીનીનો મોબાઇલ ફોન ચોરી થયાની ફરિયાદ 1 - image


Image Source: Freepik

કાલાવડના એસટી ડેપો પાસેથી એક મહિલાના મોબાઇલ ફોનની ઉઠાંતરી થયાની ફરિયાદ

જામનગર, તા. 26 ફેબ્રુઆરી 2024 સોમવાર

જામનગર માં ખંભાળીયા બાયપાસ રોડ પર આવેલી ગર્લ્સ હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીનીનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ થઈ છે. જ્યારે કાલાવડના એસટી ડેપો પાસેથી એક મહિલાનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

જુનાગઢ ના માંગરોળ ની વતની અને હાલ ખંભાળિયા બાયપાસ રોડ પર આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી રૂપાબેન રણમલભાઈ ઓડેદરા નામની વિદ્યાર્થીને પોતાની સ્કૂલબેગમાં રાખવામાં આવેલો રૂપિયા ૮,૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથમાં નોંધાવી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ ઉપરાંત કાલાવડમાં સિલ્વર સોસાયટીમાં રહેતી તસ્લીમબેન ઈસ્માઈલ નામની મહિલા ગઈકાલે કાલાવડના એસટી ડેપો પાસે આવી હતી, જ્યા કોઈ તસ્કરો તેમના મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાઈ છે.


Google NewsGoogle News