જામજોધપુરના સીદસર ગામમાં ઉમિયા માતાજીના મંદિર નજીક રોડનું ડિવાઇડર બનાવવા માટેની 29 નંગ લોખંડની પટ્ટીઓની ચોરી થયાની ફરિયાદ
Jamnagar News : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિર નજીક સીસી રોડનું ડીવાઇડર બનાવવા માટેની 29 નંગ જેટલી લોખંડની પટ્ટીઓ રાખવામાં આવી હતી. જે લોખંડની પટ્ટી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે મંદિરમાં નોકરી કરતા રાકેશભાઈ કાંતિભાઈ પાડલીયાએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.પી. જાડેજાએ તપાસ શરૂ કરી છે.