Get The App

જામનગરની કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 12મા ધોરણની વિધાર્થિની સાથે શારીરિક અડપલા થયાની ફરિયાદથી ચકચાર

Updated: Apr 2nd, 2022


Google NewsGoogle News
જામનગરની કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 12મા ધોરણની વિધાર્થિની સાથે શારીરિક અડપલા થયાની ફરિયાદથી ચકચાર 1 - image


- નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સે વિદ્યાર્થીનીને મોહજાળમાં ફસાવી અડપલાં કરતાં પોલીસે આરોપીને પકડી પાડ્યો

- આરોપીની મોહજાળમાં ફસાઇ ગયેલી સગીરાએ ગઈકાલે પોતાનું બારમા ધોરણની પરીક્ષાનું પેપર પણ આપ્યો ન હતું

જામનગર : જામનગરમાં એક કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી બારમા ધોરણની ૧૭ વર્ષની વયની એક વિદ્યાર્થિની કે જેની સાથે નવાગામ ઘેડમાં રહેતા એક શખ્સે ચાર કલાક સુધી જામનગર શહેરમાં ફેરવીને શારીરિક અડપલા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે આરોપીને ઉઠાવી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૂળ મીઠાપુરની વતની અને હાલ જામનગરની એક કન્યા છાત્રાલયમાં રહીને બારમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય એક તરૂણી કેજે કન્યા છાત્રાલય થી દરરોજ એક સ્કૂલમાં અભ્યાસ કરવા માટે પગપાળા ચાલીને જઈ હતી, જે દરમિયાન જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અમીન નામના ૨૦ વર્ષના એક શખ્સના સંપર્કમાં આવી હતી, અને વિદ્યાર્થીનીને પોતાની મોહ જાળમાં ફસાવી લીધી હતી, અને આજથી થોડા દિવસો પહેલાં વિદ્યાર્થીનીને બહાર ફરવા માટે લઈ ગયો હતો, અને ચારેક કલાક સુધી ફેરવે રાખી હતી.

ત્યાર પછી છાત્રાલયમાં તરુણી મોડેથી પહોંચતાં સંચાલક મંડળ દ્વારા તેણીને તેના માતા-પિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં બારમા ધોરણની પરીક્ષા ચાલુ થઈ હોવાથી વિદ્યાર્થીનીને ફરીથી જામનગર લઈ આવીને તેની પરીક્ષા આપવા માં આવી રહી હતી, અને સગીરાના ફઈબા પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જતા હતા.

દરમિયાન ગઈકાલે ૧ તારીખે વિદ્યાર્થીને સ્કૂલ ના પરીક્ષા કેન્દ્ર પાસે મૂકીને ગયા હતા, દરમિયાન તેણીએ પેપર આપ્યું ન હતું, અને બહાર નીકળી ગઈ હતી. જ્યાં આમીન નામનો શખ્સ તેની રાહ જોઈને ઉભો હતો, અને બંને શહેરના જુદા જુદા વિસ્તારમાં ફર્યા હતા. ઉપરાંત નવાગામ ઘેડમાં પોતાના ઘેર પણ સગીરાને લઈ ગયો હતો, અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.

વિદ્યાર્થીની પરીક્ષા ખંડમાંથી ચાલી ગઈ હોવાથી પરિવારજનોને જાણ થઈ ગઈ હતી, અને તેણીને શોધવા લાગ્યા હતા, અને મામલો પોલીસ મથક સુધી પણ લઈ જવાયો હતો.

જેથી પોલીસ ટુકડી સગીરાને શોધી રહી હતી, અને આખરે નવાગામ ઘેડ વિસ્તારમાં અમીન નામના શખ્સના ઘરમાં હાજર હોવાનું જાણવા મળતાં પોલીસ ટુકડી ત્યાં પહોંચી ગઇ હતી, અને આમીન ને પકડી લીધો હતો, અને તેના કબજામાંથી સગીરાને છોડાવી લીધી હતી.

પોલીસ દ્વારા તેણીનું નિવેદન નોંધવામાં આવતાં સગીરા સાથે શારીરિક અડપલા થયાનું જણાયું હતું. જેથી સગીરાના પિતા પણ મીઠાપુર થી જામનગર આવી ગયા હતા, અને તેઓની ફરિયાદના આધારે પોલીસે અમીન નામના શખ્સ સામે પોક્સો એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને અટકાયત કરી લઇ કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવને લઇને શહેરમાં ભારે ચકચાર જાગી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આમીન ઉપરોક્ત સગીરા અને તેની અન્ય બે બહેનપણી ના સંપર્ક માં જ હતો, અને યેનકેન પ્રકારે સગીરા સાથે સંપર્ક રાખવા માગતો હતો. દરમિયાન તેની મોહ જાળમાં આવી જઈ સગીરાએ પોતાનું ગઈકાલ નું પેપર પણ આપ્યું ન હતું. ઉપરાંત તેણી ની આજે પણ બારમા ધોરણની પરીક્ષા અટકી ગઈ છે.


Google NewsGoogle News