જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા બે માથાભારે શખ્સો ફરીથી બાખડયા: એક યુવાન પર છરી વડે હુમલાની ફરિયાદ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા બે માથાભારે શખ્સો ફરીથી બાખડયા: એક યુવાન પર છરી વડે હુમલાની ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર,તા.03 ઓક્ટોબર 2023,મંગળવાર

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા બે માથાભારે શખ્સો વચ્ચે ગઈકાલે ફરીથી તકરાર થઈ છે, અને એક શખ્સ દ્વારા જૂની અદાવતનું મન દુઃખ રાખીને બીજા શખ્સ ઉપર છરી વડે હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા હર્ષ પરેશભાઈ મહેતા નામના 39 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સાધના કોલોની વિસ્તારમાં જ રહેતા બીપીન સોમાભાઈ ચાવડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ હુમલામાં તેને છરી વાગી હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, અને સાત ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંને વચ્ચે અગાઉ મારામારી થઈ ચૂકી છે, અને સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઇ છે. જે અદાવતનું મન દુઃખ રાખીને ગઈકાલે આરોપી બીપીન ચાવડા દ્વારા હર્ષ મહેતા ઉપર હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News