Get The App

જામનગરમાં પૈસાની ઉઘરાણીના મામલે યુવાન પર છરી વડે હુમલો કર્યાની ફરિયાદ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં પૈસાની ઉઘરાણીના મામલે યુવાન પર છરી વડે હુમલો કર્યાની ફરિયાદ 1 - image

image : freepik

Jamnagar Crime News : જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા એક યુવાનને પોતાના પુત્રની પૈસાની ઉઘરાણીના મામલે માર ખાવાનો વારો આવ્યો છે. ઉછીના પૈસા લીધા પછી ઉઘરાણી કરનાર શખ્સે તેના સાગરીત સાથે આવીને યુવકના પિતા પર છરી વડે હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર કામેશ્વર પાર્કમાં રહેતા વિનોદભાઈ દામજીભાઈ પેઢડીયા નામના પટેલ યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો ઇજા પહોંચાડવા અંગે જામનગરના રજાક ખફી અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના પુત્ર આરોપી રજાક ખફી પાસેથી પૈસા ઉછીના લીધા હતા, તે પૈસા પુત્ર આપતો ન હોવાથી ઇજા પામનારે તેના પિતા પાસે પહોંચી ગયો હતો અને પૈસાની માંગણી કરતાં તેનો ઇનકાર કરવાથી ઉશ્કેરાટમાં આવી જઈ છરી વડે હુમલો કરી દીધો હતો. આથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News