Get The App

જામનગરમાં પાકિસ્તાનના ઝંડા ફરકી રહ્યા હોવાની હિન્દુ સેનાની ફરિયાદ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પાકિસ્તાનના ઝંડા ફરકી રહ્યા હોવાની હિન્દુ સેનાની ફરિયાદ 1 - image


- જામનગર શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે તુરંત કાર્યવાહી કરવા હિન્દુ સેનાની માંગણી

જામનગર,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

જામનગર એટલે શાંતિ નું ઘર છે. જ્યાં હિન્દુ મુસ્લિમના નામે ગણ્યા ગાંઠયા દંગા થયેલા છે, પરંતુ તાજેતરમાં અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર મહોત્સવ બાદ ચોક્કસ વિસ્તારમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવ્યા છે, તે શું સૂચવે છે? શહેરમાં ગુલાબ નગરના નીચાણ વાળા વિસ્તારમાં પાકિસ્તાની ઝંડા ફરક્ય હતા. જ્યાં હિન્દૂ સેનાના સૈનિકોએ પહોંચી ફોટા પાડવાની તૈયારી કરતાં તે ઝંડા ઉતારી દીધા હતા. એટલું જ નહિ શહેરના પાંચહાટડી વિસ્તાર થી ભાવસાર ચકલા રસ્તે જતા ઝલ્લેનુરી પાનની દુકાનની બાજુમાં તેમજ અલગ અલગ બીજા ઘરો પર આ ઝંડા લાગેલાં છે. ત્યારે શહેરમાં કોઈ ભેંદી હિલચાલ ચાલી રહી છે, કે જેથી આ પાકિસ્તાની ઝંડા ફરકી રયહાં છે.

 પોલિસ અધિકારીએ વિષયને ગંભીરતા થી લઇ યૌગ્ય જાંચ તપાસ કરી પાકિસ્તાની ઝંડાઓને હટાવી આપવા હિન્દૂ સેના શહેર યુવા પાંખના કિશન નંદા, હર્ષ ભાનુશાલી, હિરેન ચંદન, ઓમ ભાનુશાલી, રામુ મદ્રાસી, જીલ બરાઈ, હાર્દિક સિંહ ચુડાસમા સહીતના જવાબદાર યુવા સૈનિકોએ માંગણી કરી છે.


Google NewsGoogle News