Get The App

જામનગરના ટ્રાવેલ્સના સંચાલકને કારમાં ઉઠાવી જઇ માર મારવા અંગે હાઇવે હોટલના માલીક સહિત 6 વ્યક્તિ સામે ફરિયાદ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
જામનગરના ટ્રાવેલ્સના સંચાલકને કારમાં ઉઠાવી જઇ માર મારવા અંગે હાઇવે હોટલના માલીક સહિત 6 વ્યક્તિ સામે ફરિયાદ 1 - image


Jamnagar Crime : જામનગરમાં ઇવા પાર્ક વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા દુર્ગેશ નાથાભાઈ ગમારા નામના 42 વર્ષના યુવાન વેપારીએ પોતાનું કારમાં અપહરણ કરી જઇ ઢોર માર મારવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગર નજીક બાયપાસ રોડ પર આવેલી હાઈવે હોટલના સંચાલક પાલા પાંચાભાઈ ઝાપડા ઉપરાંત સંજય ચિરોડીયા, સુરેશ ભુંડિયા, કરસન નાથાભાઈ અને તેના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઈવે રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલમાં જમવા માટે ગયા હતા, જ્યાં હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશ સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા હતા, અને તેને ઉઠાવી જઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો. તેમજ ખોટા કેસમાં ફીટ કરાવી દેશે તેવી ધમકી આપી હતી.

ઉપરાંત પોલીસ ફરિયાદ કરવા જશે તો પણ પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો અને તમામ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


Google NewsGoogle News