જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના મૂહૂર્તે હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ
પ્રથમ દિવસે જ ૨૧૦ વાહનોમાં ૧૬,૦૦૦ ગુણી મગફળીની આવક થઈ: અજમા ની હરાજી થી થયો પ્રારંભ
જામનગર, તા. 18 નવેમ્બર 2023 શનિવાર
જામનગર ના હાપા માર્કેટ યાર્ડમાં આજે લાભ પાંચમના મૂહૂર્તે હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, અને અજમાં ની હરાજી કરાઈ હતી. જેમાં ૫,૦૦૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો.
આ ઉપરાંત મગફળીની ૧૬,૦૦૦ ગુણી ની આવક થઈ હોવાથી નવી આવક બંધ કરાઇ છે, અને તેના પણ ૧૧૦૦થી ૨૦૦૦ રૂપિયા ના મણના ભાવે સોદા થયા હતા.
જામનગર નું હાપા માર્કેટિંગ યાર્ડ દીવાળીના તહેવારોને અનુલક્ષીને બંધ રખાયું હતું, અને હરાજીની પ્રક્રિયા તહેવાર દરમિયાન બંધ રાખવામાં આવી હતી, જેનો આજે લાભપાંચમના દિવસે પ્રારંભ કરાયો હતો, અને પ્રારંભિક સોદામાં અજમા ની હરાજી કરવામાં આવી હતી. જેમાં ૫,૦૦૦ રૂપિયા નો ભાવ બોલાયો હતો. ત્યારબાદ મગફળીની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ૨૧૦ વાહનોમાં ૧૬,૦૦૦ ગુણીની મગફળીની આવક થઈ છે, અને હાપા માર્કેટિંગ યાર્ડ છલ્લો છલ થયું છે, ત્યારે નવી આવક બંધ રખાઇ છે, તેમજ તેની હરાજીની પ્રક્રિયા થઈ હતી જેમાં ૧૧૦૦ થી ૨૦૦૦ રૂપિયાનો મગફળીનો મણનો ભાવ બોલાયો હતો.