લાલપુરના ગોવાણામાં બોરવેલમાં ફસાયેલા બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરનાર ૧૦૮ સહિતના ૧૫ જવાનો નું કલેકટરના હસ્તે સન્માન કરાયું
જામનગર, તા. 8 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં એક ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરનાર ફાયર-૧૦૮ સહિતની ટીમના ૧૫ જવાનોનું જિલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગોવાણા ગામમાં ખુલ્લા બોરમાં પડી ગયેલા બાળક રાજ ને બચાવી લેવા માટે ૯ કલાકનું ઓપરેશન હાથ ધરાયું હતું અને આખરે રાજ વસાવા નામના બે વર્ષના બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેનાર પ્રશંસનીય કામગીરી કરનાર જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ, કાલાવડની ફાયર બ્રિગેડની ટીમ અને રિલાયન્સ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ૨૦૮ ની ટુકડી સહિતના કુલ ૧૫ જવાનોનું આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવનિર્વાચિત જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે. કે.બીશ્નોઈ તથા અન્ય ફાયર ના અધિકારી- જવાનો ઉપસ્થિત રહ્યા હતા.