જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત: તાપમાન 13.4 ડિગ્રી
image : Freepik
- ભેજનું પ્રમાણ 96 ટકા થઈ જતાં ઝાકળભીની સવાર: પવનની તીવ્રતામાં ઘટાડો નોંધાયો
જામનગર,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, અને તાપમાન 13.4 ડિગ્રી આસપાસ રહ્યું છે. ઉપરાંત ભેજનું પ્રમાણ 96 ટકા થઈ જતાં ઝાકળભીની સવાર થઈ છે, અને માર્ગ પરથી પાણીના રહેલા ઉતર્યા છે. જોકે પવનમાં થોડી રાહત જોવા મળી છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું છે, અને ઠંડીનો પારો 13.0 ડિગ્રી આસપાસ રહ્યો છે. આજે સવારે પણ ઠંડીનો પારો 13.4 ડિગ્રી આસપાસ રહ્યો હતો સાથો સાથ લઘુતમ તાપમાન પણ ઘટીને 26.5 ડીગ્રી સુધી રહ્યું છે. જ્યારે ભેજનું પ્રમાણ 96 ટકા થઈ જતાં આજે પણ ઝાકળ ભીની સવાર જોવા મળી હતી, અને માર્ગ પરથી પાણીના રેલા ઉતર્યા હતા. ગઈકાલથી પવનમાં રાહત થઈ છે, અને પ્રતિ કલાકના 20 કી.મી. ની ઝડપે પવન ફૂંકાયો હતો.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કિ.મીની ઝડપે રહી હતી.