કાચબાઓ જ્યાં નેસ્ટિંગ કરે છે તે કલ્યાણપુરના નાવદ્રા દરિયાકિનારે કરવામા આવી પ્લાસ્ટીક વેસ્ટની સાફ સફાઇ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
કાચબાઓ જ્યાં નેસ્ટિંગ કરે છે તે કલ્યાણપુરના નાવદ્રા દરિયાકિનારે કરવામા આવી પ્લાસ્ટીક વેસ્ટની સાફ સફાઇ 1 - image

જામનગર,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

ચોમાસાની સિઝન પૂર્ણ થતાં જ દરીયાઇ કાચબાઓના નેસ્ટીંગની સિઝન ચાલુ થઇ જતી હોય છે. તેમજ સૌરાષ્ટ્રના દરીયા કાંઠે સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુઘીમાં સૌથી વઘુ નેસ્ટીંગ થતું જોવામાં આવે છે. જેને ઘ્યાને લઇ દરીયાકાઠે વઘતી જતી વિવિઘ માનવ પ્રવૃતીઓ પૈકી કાચબાના નેસ્ટીંગમા અસર કરતી અવરોઘ બાબત તરીકે ‘’ નાવદ્રા દરીયા કાંઠે ’’નાવદ્રા સી ટરટલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટીશન સેન્ટર ખાતે સ્થાનિક કંપનીઓ અને પ્રેરણા ફાઉન્ડેશન (જીવદયા ટ્રસ્ટ-ગણેશગઢ)ના સંયુકત ઉ૫ક્રમે નાયબ વન સંરક્ષક, જામનગર વન વિભાગ આર.ઘનપાલ તથા મદદનીશ વન સંરક્ષક, ખંભાળીયા ડો.આર.ડી.જાદવના માર્ગદર્શન હેઠળ આર.એફ.ડબલ્યુ. કલ્યાણપુર રેન્જના ૫રીક્ષેત્ર વન અઘિકારી જે.એલ.સાંખટ, વનપાલ કલ્યાણપુર વી.એમ.પીંડારીયા, વનરક્ષક ભોગાત ડી.ડી.રૂડાચ, વનપાલ ભાટીયા (ઇચા) જી.એન.માડમ તથા કાયમી રોજમદાર ડી.જે.મુંગરા તથા બી.એમ.ચૌહાણ દ્વારા પ્લાસ્ટિક સફાઈ અભિયાનની ઉજવણી કરી દરીયામાં થતું પ્લાસ્ટીક પ્રદુષણને અટકાવવામાટે યોગદાન આ૫વામા આવ્યું હતું.કાચબાઓ જ્યાં નેસ્ટિંગ કરે છે તે કલ્યાણપુરના નાવદ્રા દરિયાકિનારે કરવામા આવી પ્લાસ્ટીક વેસ્ટની સાફ સફાઇ 2 - image



Google NewsGoogle News